Gujarat

સાબરકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

સાબરકાંઠા
હિંમતનગરના બહુમાળી ભવનમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિનાના ત્રીજા શનિવારે મળતી જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં જિલ્લા કલેક્ટરે અધિકારીઓને તાકીદ કરી હતી કે, સંકલનની બેઠકમાં કચેરીના વડા જાતે ઉપસ્થિત રહે અને પૂર્તિ વિગતો સાથે આવે અને પેટા પ્રશ્નો ઉદભવે તો તેનો જન પ્રતિનિધિને સંતોષકારક રીતે ઉત્તર આપી શકે. પદાધિકારીઓ દ્વારા પુછાયેલા પ્રશ્નો સમયસર તેમને રૂબરૂ કાર્યાલય પર પહોંચાડીને કન્ફર્મ કરી લેવા જણાવ્યું હતુ અને બેઠક મળે તે પહેલા જે તેમને જવાબદારી મળી જાય જેથી તેઓ લોકોને જવાબથી વાકેફ કરી શકે. ક્યાંક અસંતોષ જણાય તો સ્થળ વિઝીટ કરીને પ્રોપર પ્રશ્નનું નિરાકરણ થયું છે કે નહીં તે ચેક કરી લે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા શાળાના ઓરડાઓની મંજૂરી ડિઝાઇન તથા સાંસદએ ૧૫ રસ્તાઓના મરામત અને ખાણ ખનીજ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા. આ બેઠકમાં આગામી ૨૭મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજશે. તે અંગેની ગુજરાતી પુસ્તિકા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અધિકારી અને પદાધિકારીઓને અર્પણ કરી કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. આ સમીક્ષા બેઠકમાં લોકસભાના સાંસદ દિપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી ઝાલા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉ. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રજૂ કરેલા સંબંધિત વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સંબંધીત અધિકારીઓએ કરેલી કાર્યવાહી અંગે ઉત્તરો આપ્યા હતા.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *