Gujarat

સાવરકુંડલાની સરકારી શાળા પે સેન્ટર શાળા નંબર ૧ અને બ્રાન્ચ શાળા નંબર ૪  માં યોજાયો વિન્ટર કેમ્પ

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નામની મહત્વની યોજના રાજ્યભરમાં અમલીકૃત છે. જેના અંતર્ગત ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓને પોલીસ વિભાગ દ્વારા ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમાં સાવરકુંડલા શહેરની બ્રાન્ચ શાળા નંબર ૪  અને પે સેન્ટર શાળા નંબર ૧  ની પસંદગી થયેલ છે. જેના અંતર્ગત બે દિવસનો પે સેન્ટર શાળા ૧  ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં વિશિષ્ટ વ્યક્તિ સાથે વાર્તાલાપ અંતર્ગત માનનીય સાવરકુંડલા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને એસ.પી.સીના કાર્યક્રમથી વાકેફ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તેમના જીવનના સારા નરસા અનુભવો વ્યક્ત કર્યા હતા. બ્રાન્ચ શાળા નંબર ૪ ની વિદ્યાર્થીનીઓ દ્વારા રોડ સેફટી અંગે માઈમ નાટક રજૂ કર્યું હતું. તેમજ રોડ સેફટી આધારિત ડાન્સ રજૂ કર્યો હતો. તેમજ પે.સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિઓનું નિદર્શન કર્યું હતું. તેમજ એસપીસીના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણની જાગૃતિ માટે વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણ બચાવો આધારે ચિત્રો દોર્યા હતા. પે સેન્ટર શાળા નંબર એકના શિક્ષક શ્રી હિતેશભાઈ જોશી દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે રસ્સા ખેંચ, સંગીત ખુરશી, ખોખો જેવી રમતો રમાડવામાં આવી હતી. આ તકે બ્રાન્ચ શાળા નંબર ૪ ના શિક્ષક શ્રી વર્ષાબેન કોઠીયા દ્વારા એસપીસી થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ બનાવ્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓએ સેલ્ફી પાડી હતી. પોલીસ સ્ટાફ કિરણબેન બોરીચા તેમજ મહેશભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસની કામગીરીથી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત પે.સેન્ટર શાળા નંબર એકના વિદ્યાર્થીઓ અને બ્રાન્ચ શાળા નંબર ૪ની વિદ્યાર્થીનીઓ દ્વારા પિરામિડ દાવ રજૂ થયા હતા. તેમજ બધા જ વિધાર્થીઓએ સ્વાદિષ્ટ નાસ્તો કર્યો હતો.

IMG-20230227-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *