Gujarat

૯૮ વિદ્યાર્થીઓએ સેમિનારમાં ભાગ લીધો

જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા શ્રી દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલીયાબાડા ખાતે કારકિર્દી અને રોજગરલક્ષી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં મદદનીશ પ્રાધ્યાપક શ્રી ડો.જીગ્નેશ એમ લીમ્બાચીયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ અને એપ્લીકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી રોજગાર કચેરીની કામગીરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પીપીટી દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. સેમીનારના અંતમાં ઉચ્ચ અભ્યાસ અનુસ્નાતક માટે વિવિધ ત્તકો અને રોજગારીની તકો વિષે વિસ્તૃત માર્ગદર્શન અંકીતભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા.

સેમીનારના અંતે મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો.પ્રશાંતભાઈ કે. ચૌહાણ દ્વારા આભારદર્શન કરીને આવા સેમીનાર દરેક કોલેજમાં થાય અને વિદ્યાર્થીઓને રોજગારીની તકો અને કચેરી વિષે માહિતી તેમજ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ થાય એવા ઉદબોધન સાથે સેમીનાર પૂર્ણ કરવામાં આવેલ. આ સેમીનારમાં ૯૮ ભાઈઓ બહેનોને માહિતી માર્ગદર્શન પીપીટી દ્વારા ખુબજ સહજ અને સરળ રીતે પૂરું પાડવામાં આવેલ.

આ કાર્યક્રમમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ આચાર્યશ્રી ડો.રૂપલબેન એસ માંકડ, પ્રાધ્યાપકશ્રી ડો.આશાબેન એમ પટેલ, મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડો.પ્રશાંતભાઈ કે ચૌહાણ, ડો.નિધીબેન ડી અગ્રાવત અને કોલેજના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *