નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદા પણ ઢીલાઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ. 6501 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7786 કરોડનું ટર્નઓવર :
બુલડેક્સ વાયદામાં રૂ. 28 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 2,05,699 સોદાઓમાં કુલ રૂ.14,314.99 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 6500.71 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 7786.01
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 58,953 સોદાઓમાં કુલ રૂ.3,236.06 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.56,169ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,267 અને નીચામાં રૂ.56,080 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.37 વધી રૂ.56,205ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.44,465 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.5,497ના ભાવે પહોંચ્યો
હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.56,103ના ભાવે ખૂલી, રૂ.7 વધી રૂ.56,164ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,976ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.65,976 અને નીચામાં રૂ.65,580 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 172 ઘટી
રૂ.65,880 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 284 ઘટી રૂ.65,855 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.200 ઘટી રૂ.65,818 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,773 સોદાઓમાં રૂ.1,736.17 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.2.15 ઘટી રૂ.210.05 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.05 વધી
રૂ.275ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.779.10 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ
રૂ.1.30 ઘટી રૂ.181ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 34,539 સોદાઓમાં કુલ રૂ.1,506.54 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,370ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,370 અને
નીચામાં રૂ.6,237 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.87 ઘટી રૂ.6,298 બોલાયો હતો, જ્યારે
નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.40 ઘટી રૂ.164.10 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 263 સોદાઓમાં રૂ.21.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,180ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,200 અને નીચામાં
રૂ.62,980 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.260 ઘટી રૂ.63,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1 વધી રૂ.1013.30 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,385.85 કરોડનાં
2,466.513 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,850.21 કરોડનાં 278.232 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.722.01 કરોડનાં 11,47,000 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.785 કરોડનાં 44376250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.11.53 કરોડનાં 1824 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.41 કરોડનાં 101.88 ટનના વેપાર
થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,868.111 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 879.794 ટન, ક્રૂડ તેલમાં 824000 બેરલ અને નેચરલ ગેસમાં 65473750
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 8784 ખાંડી, મેન્થા તેલમાં 385.2 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.28.27 કરોડનાં
369 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 15,332ના સ્તરે ખૂલી, 11 પોઈન્ટ ઘટી 15,316ના
સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,786.01 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.304.41 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.392.95 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,248.03 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.840.62
કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 222.64 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.275 ખૂલી, ઊપરમાં રૂ.282.90 અને નીચામાં રૂ.221 રહી, અંતે રૂ.45 ઘટી રૂ.246.40 થયો હતો. જ્યારે નેચરલ
ગેસ માર્ચ રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.55 ખૂલી, ઊપરમાં
રૂ.11.55 અને નીચામાં રૂ.9.20 રહી, અંતે રૂ.2.05 ઘટી રૂ.10.15 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.66,000ની સ્ટ્રાઈક
પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.211.50 ખૂલી, ઊપરમાં રૂ.220.50 અને નીચામાં રૂ.50 રહી, અંતે
રૂ.216 ઘટી રૂ.98.50 થયો હતો. સોનું માર્ચ રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ
રૂ.317.50 ખૂલી, ઊપરમાં રૂ.340 અને નીચામાં રૂ.301 રહી, અંતે રૂ.4.50 વધી રૂ.329 થયો હતો. સોનું-મિની માર્ચ
રૂ.57,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.315 ખૂલી, ઊપરમાં રૂ.347 અને નીચામાં
રૂ.292.50 રહી, અંતે રૂ.8 વધી રૂ.338 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.213.40 ખૂલી, ઊપરમાં રૂ.283.60 અને નીચામાં રૂ.213.40 રહી, અંતે રૂ.42.20 વધી રૂ.250.90 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.16.45
ખૂલી, ઊપરમાં રૂ.18.70 અને નીચામાં રૂ.16.25 રહી, અંતે રૂ.2.15 વધી રૂ.17.60 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી
રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.20 ખૂલી, ઊપરમાં રૂ.40 અને નીચામાં
રૂ.6.50 રહી, અંતે રૂ.19.50 ઘટી રૂ.14.50 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.489 ખૂલી, ઊપરમાં રૂ.570 અને નીચામાં રૂ.480 રહી, અંતે રૂ.30 વધી રૂ.515 થયો હતો.
સોનું-મિની ફેબ્રુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.42.50 ખૂલી,
ઊપરમાં રૂ.70 અને નીચામાં રૂ.32 રહી, અંતે રૂ.18 ઘટી રૂ.51 થયો હતો.
