Maharashtra

અબ્દુ રોજીક બાદ હવે સાજીદ ખાન થવા જઈ રહી છે વિદાય, બિગ બોસે સ્પેશ્યલ ફેરવેલ આપી

મુંબઈ
અબ્દુ રોઝિકની બિગ બોસ ૧૬માંથી વિદાય થયા બાદ ફેન્સ હજુ પોતાને સંભાળે તે પહેલા તેમને બીજાે એક ઝટકો મળી ગચો છે. હવે સાજીદ ખાન પણ બિગ બોસને વિદાય આપવા જઈ રહ્યો છે. બિગ બોસ ૧૬ના ફિનાલે પહેલા સાજીદ ખાન શોને અલવિદા કહી દેશે. આગામી એપિસોડમાં, બિગ બોસ પોતે સાજીદ ખાનને ખાસ ફેરવેલ આપતા જાેવા મળશે. બિગ બોસના ઘરમાં ૧૦૦થી વધારે દિવસ વિતાવ્યા બાદ સાજીદ ખાન શોને વિદાય આપશે. હાલમાં સોશિયલ મીડિયા પર બિગ બોસનો નવો પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બોસ સાજીદ ખાનને કહે છે, ‘શોમાં તે એકલોતા એવા સદસ્ય છે જેનેી બધા ઘરવાળા ઈજ્જત કરે છે.’ બિગ બોસ ૧૬ના નવા પ્રોમોમાં જાેઈ શકાય છે કે સાજીદ ખાન હાથ જાેડીને રડતા તમામ સ્પર્ધકોની માફી માંગે છે. સાજીદ ખાન કહે છે- ‘આ ઘરમાં જેમની સાથે મારો ઝઘડો થયો છે તે બધાની હું હાથ જાેડીને માફી માંગુ છું… પરંતુ તમે લોકોએ ખૂબ જ સપોર્ટ કર્યો છે. આભાર.” સાજીદ ખાનની વિદાય વખતે સુમ્બુલ તૌકીર ખાન ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા જાેવા મળી રહી હતી. ઉલ્લેખનીય છે કે, સાજીદ અને અબ્દુનું ખૂબ જ સારુ બોન્ડિંગ હતું અને સાજીદની વિદાયના થોડા સમય પહેલા જ અબ્દુની વિદાય પણ થઈ હતી. બંનેની વિદાય વખતે તમામ ઘરના સભ્યો ખૂબ જ રડ્યા હતાં.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *