કોલકતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની પાર્ટીનો ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય દરજ્જાે રદ થતા સુત્રો દ્વારા મળી રહેલા સમાચાર મુજબ તૃણમુલ કોંગ્રેસ કોર્ટના દરવાજા ખખડવાનું વિચાર કરી રહી હોય તેમ લાગે છે. તેમજ પાર્ટી અન્ય વિકલ્પો શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચે પોતાના એક ર્નિણયમાં તૃણમુલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા પાસેથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે છીનવી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીપંચના આ ર્નિણય અંગે ટીએમસીએ હજૂ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પક્ષના નેતાઓનું કહેવું છે કે, ટીએમસી આ ર્નિણયને કાયદાકીય રીતે પડકારવા માટે વિકલ્પો શોધી રહી છે. આવા સમયે, ભાજપે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જાે છીનવીને ટીએમસી પર નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે ટ્વીટ કર્યું, ટીએમસીએ તેની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જાે છીનવી લેવામાં આવ્યો છે અને હવે તે પ્રાદેશિક પક્ષ છે. ટીએમસીને મોટી બનાવવાના દીદીના પ્રયાસો પૂરા થઈ રહ્યા નથી. કારણ કે, લોકો જાણી ગયા છે કે, ટીએમસી સૌથી ભ્રષ્ટ, તુષ્ટિકરણ અને આતંક ફેલાવનારી સરકારી પાર્ટી છે. તેની સરકાર પણ પડવાની છે. કારણ કે, પશ્ચિમ બંગાળના લોકો આ સરકારને વધુ સમય સુધી સહન નહીં કરે. ચૂંટણી પંચે પોતાના ર્નિણયમાં એનસીપી અને ટીએમસીનો દરજ્જાે રાષ્ટ્રીય પક્ષમાંથી ઘટાડીને પ્રાદેશિક પક્ષ કરી દીધો હતો. એનસીપી અને ટીએમસીને પણ નાગાલેન્ડ અને મેઘાલયમાં પ્રાદેશિક પક્ષનો દરજ્જાે આપવામાં આવ્યો છે. કારણ કે, બંને પક્ષોએ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. મમતા બેનર્જીએ ૧ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ કોંગ્રેસથી અલગ થઈને ટીએમસીની રચના કરી હતી. ૨૦૦૧ અને ૨૦૦૬ માં અસફળ પ્રયાસો પછી, ટીએમસીએ ૨૦૧૧ માં ડાબેરી મોરચાને હરાવીને પશ્ચિમ બંગાળમાં ફરીથી સત્તા મેળવી હતી. હવે ટીએમસી પશ્ચિમ બંગાળમાં મજબૂત રીતે સત્તામાં છે. વર્તમાન સમયમાં ટીએમસીએ અન્ય રાજ્યોમાં પણ પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કર્યો છે અને પાર્ટી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને પડકારવાની તૈયારી કરી રહી છે. ટીએમસી અને એનસીપીએ તેમના રાષ્ટ્રીય પક્ષનો દરજ્જાે છીનવી લીધા બાદ, હવે છ રાષ્ટ્રીય પક્ષો છે જેમાં ભાજપ, કોંગ્રેસ, સીપીઆઈ(એમ), બીએસપી, નેશનલ પીપલ્સ પાર્ટી અને આમ આદમી પાર્ટીનો સમાવેશ થાય છે.
