Gujarat

મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી

મેંદરડા ના અરણીયાળા ગામ ના ગૌ પ્રેમીએ ગાયમાતા પ્રત્યેનો પ્રેમ અલગ રીતે દર્શાવી લોકોને એક નવી રાહ ચિંધી
ગાય માતાએ વાછરડી ને જન્મ આપતા પેંડા તુલા કરી પેંડા પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોને વિતરણ કરેલ
આજના આધુનિક અને ફાસ્ટ જમાનામાં લોકો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે ત્યારે મેંદરડા તાલુકાના અરણીયાળા ગામે તાજેતરમાં ગૌ પ્રેમી ભીમભાઇ મારુ ની ગાય માતાએ વારછડીને જન્મ આપ્યો હતો ત્યારે પરિવારજનો ખુબ ખુશ થયા હતા અને પરિવારમાં જાણે કે પુત્રનો જન્મ થયો હોય તેવી ખુશી લોકોને થતી હોય છે ત્યારે ગૌ પ્રેમી ભીમભાઇ મારું એ બિલેશ્વર ભારતી આશ્રમ ખાતે જીતેન્દ્ર ભારતી બાપુ ના સાનિધ્યમાં વાછરડી ની પેંડા તુલા કરવામાં આવી હતી આ વાછરડી નું વજન 22 કિલો થતા તેના વજનના પેંડા સામે રાખવામાં આવ્યા હતા આ તુલા બાદ પેંડા ને ગ્રામજનોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યા હતા
આજના ફાસ્ટ જનરેશન આધુનિક યુગમાં ખેતી ઓજારો દ્વારા થવા લાગી છે ગાય બળદ લોકોએ બંધ કર્યું છે જેના કારણે ગૌવંશ રખડતા જોવા મળી રહ્યા છે આ સમયમાં મોટાભાગે લોકો ગાય બાંધવા ઉપદેશ આપે છે પણ ખૂબ ઓછા લોકો તેનું પાલન કરે છે
હાલના સમયમાં લોકોના ઘરે પુત્રનો જન્મ થતો હોય છે ત્યારે પરિવાર ખુશખુશાલ થઈને પેંડાનું વિતરણ કરતા હોય છે ત્યારે અરણીયાળા ના ગૌ પ્રેમી ના ઘરે ગૌમાતાએ વાછરડી નો જન્મ આપતા આંખો પરિવાર ખુશખુશાલ થયો હતો અને આખા પરિવાર એ પેંડા તુલા કરી તેમના ગૌ પ્રેમનું અનોખું ઉદાહરણ લોકોને પૂરું પાડેલ હતું

અહેવાલ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240901-WA0017.jpg