જામનગર સ્થિત સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો અણઘડ વહીવટ કોઈથી છૂપાયો નથી. અહીં વોર્ડમાં તેમજ લોબીમાં ઢોર તેમજ કૂતરાઓ આંટાફેરા કરે છે. તે લોકોએ તેમજ તંત્રએ મને-ક-મને મનાવી લીધુ છે.

પરંતુ હવે તો તમામ હદ હટાવી દીધી હોય તેમ જી.જી. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગ તરીકે ઓળખાતા સર્જીકલ વિભાગના ઓપરેશન થિયેટરમાં બિનદાસ્ત કૂતરૂ આંટાફેરા કરે છે અને ઓપરેશન થિયેટરમાંથી માંસનો લોચો લઈ તેને પલંગ નીચે નિરાંતે ખાઈ છે.


