Gujarat

મેંદરડા માં પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો દીપડાના હુમલાઓ માનવ પર થતા લોકોમાં રોષ ભભુકયો

મેંદરડા માં પાંચ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો
દીપડાના હુમલાઓ માનવ પર થતા લોકોમાં રોષ ભભુકયો
આ ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મેંદરડા પાસે આવેલ અમરગઢ રોડ પર એક ખેતરમાં પરપ્રાંતિય મજુર પરિવારના પાંચ વર્ષીય પુત્રને ગઈકાલે રાત્રિના 8:30 થી 9 ની આસપાસ અચાનક દીપડો આવી ચડ્યો હતો અને બાળકને ઉઠાવી ખેતર થી દૂર લઈ ગયો હતો. આ દીપડાના હુમલા થી બાળકને માથાના ભાગે અને શરીરમાં ગંભીર ઈજા થતાં બાળકનું મોત નીપજ્યું હતું બાળકના મૃતદેહને પીએમ અર્થે મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
દીપડાના હુમલામાં બાળકના મૃત્યુના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી,દીપડા એ બાળક પર હુમલો કરી મૃત્યુ નિપજ્યું જેની જાણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને મળતા દોડી આવ્યા હતા અને દીપડાને પકડવાની કવાયત શરૂ કરેલ હતી
ઉપરોક્ત ઘટનામાં મૃત્યુ પામનાર પાંચ વર્ષેના બાળક નો પરપ્રાંતીય પરિવાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પ્રકાશભાઈ જામરીયા પરિવાર સાથે અમરગઢ રોડ પર આવેલ એક વાડીમાં ખેત મજૂરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવી રહ્યો હતો ત્યારે ગત રાત્રીના 8:30 થી 9:00 વાગ્યાના આસપાસ જંગલ માંથી અચાનક શિકારની શોધમાં દીપડો વાડી તરફ આવી ચડ્યો હતો અને પરિવાર સાથે રહેતો રોહિત પ્રકાશભાઈ જામરીયા ઉંમર વર્ષ પાંચ નામના બાળક પર હુમલો કરીને વાડીથી દૂર ઢસડી ઉઠાવી ગયો હતો અને બાળકને ફાડી ખાઈ દીપડો નાસી છૂટ્યો હતો
માત્ર પાંચ વર્ષના બાળક પર હુમલો કરતા બાળકનું મૃત્યુ નીપજતા પરિવાર સહિત લોકોમાં વન વિભાગ સામે રોષે ભરાયા હતા અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગયેલ આ પરપ્રાંતિય મજુર વિનુભાઈ વાવૈયા ની વાડીમાં ખેત મજૂરી કરવા તેના વતનથી આવેલા હતા અને ત્યાં વાડીએ જ રહેતા હતા ત્યારે ગત રાત્રિના બાળક મળતો નથી જેની શોધખોળ આદરી હતી ત્યારબાદ ખબર પડી કે માનવ ભક્ષિ દીપડો હુમલો કરીને માત્ર પાંચ વર્ષના રોહિતને ઉપાડી ગયો છે બાળકને અતિ ગંભીર રીતે ઘાયલ કરીને વાડી વિસ્તારથી દૂર લઈ ગયો હતો આસપાસના લોકો સહિતના એકઠા થઈને શોધખોળ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ વન વિભાગ ના આર.એફ.ઓ મેંદરડા પી.એસ. આઇ એસ.એન. સોનારા સહિત સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા
બાળકનો મળી આવેલ મૃતદેહ મેંદરડા સિવિલ હોસ્પિટલ પી.એમ માટે ખસેડવામાં આવેલ શહેરમાં દીપડાના હુમલા ની ઘટના બાદ આસપાસના ખેડૂતો સહિત લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોષ ભભુકયો છે હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા આ માનવ પક્ષી દીપડાને ક્યારે પકડી પાંજરે પુરવામાં આવે છે..? એક પછી એક દીપડો શું..? શિકાર કરતો રહેશે…? ગ્રામ્ય વિસ્તાર સહિત પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્રણ દિવસ પહેલા મેંદરડા માં રહેણા વિસ્તાર વાલમ ચોકમાં પણ દીપડો અવેડામાં પાણી પીતો જોવા મળ્યો હતો મેંદરડા ગ્રામ પંચાયતના સભ્યો અને વાડી માલીક સાથે રહી બાળકની અંતિમ વિધિ કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240627-WA0106.jpg