Gujarat

શ્રી વી.ડી.કાણકિયા કોલેજમાં ચિત્રસ્પર્ધાનું આયોજન થયું

શ્રી વી.ડી.કાણકિયા કોલેજમાં ચિત્રસ્પર્ધાનું આયોજન થયું

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.28/09/2024 ને શનિવારે કોલેજમાં ચાલતી સ્વર્ણિમ સપ્તધારા તથા એન.એસ.એસ.ના સંયુક્ત ઉપક્રમે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં 13 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં પ્રગતિ મહેતા(S.Y.B.COM.) પ્રથમ ,નેન્સી આહલપરા(S.Y.B.COM.) દ્વિતીય તથા ધૃવિ ચોટલીયા (F.Y.B.Y.) અને દિશાન્ત ચૌહાણ(S.Y.B.A.) તૃતીય ક્રમે રહ્યા હતા. આ તકે કોલેજના પ્રિન્સિપાલ ડો.એસ.સી.રવિયા સાહેબે તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. નિવૃત્ત શિક્ષક શ્રી ગિરીશભાઈ ભટ્ટે આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે પોતાની ઉત્તમ સેવા પૂરી પાડી હતી.કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રો.રિન્કુબેન ચૌધરી, ડૉ.પુષ્પાબેન રાણિપા તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધાનું સુચારુ આયોજન થયેલ. આ માટે તમામ સ્ટાફ મિત્રોનો સહકાર સાંપડ્યો હતો.

IMG-20241001-WA0031-1.jpg IMG-20241001-WA0032-2.jpg IMG-20241001-WA0033-0.jpg