Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વોલ પેઇન્ટિંગ અભિયાનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી.

છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વોલ પેન્ટિંગ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઇ ઘોબી સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે તારીખ 15 થી સમગ્ર દેશની અંદર રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા એ સમગ્ર દેશમાં વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી છે ફીર એક બાર મોદી સરકાર આ સૂત્ર સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી જિલ્લાના સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ફિર એક બાર મોદી સરકાર ના વોલ પેઇન્ટિંગ ના સૂત્ર સાથે શરૂઆત કરી હતી.

20240116_150431.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *