Gujarat

બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબીશના ગુનાનો રાજ્ય બહારનો છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીને આંતર રાજ્ય ચેક પોસ્ટ પરથી ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

 આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી છોટાઉદેપુર જીલ્લામાં કાર્યરત આંતર જીલ્લા તેમજ આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર ચેકીંગ કરી અસરકારક કામગીરી કરવા વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને સુચના કરેલ જે સબંધે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સિહાદા ગામે આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા. જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને અંગત બાતમીદાર થકી બાતમી હાકીકત મળેલ કે બોડેલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૧૨૦૧૦૪૦/૨૦૨૦ પ્રોહિબીશન એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૯૮(૨), ૮૧,૮૩, મુજબના ગુનામાં પકડાવાનો બાકી આરોપી વસંતભાઇ ઉર્ફે બસનાભાઈ S/O તાનસીંગભાઇ જોગતિયા(રાઠવા) રહે.અકલવા, પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર નાઓ પાનવડ તરફથી આવી રહેલ હોય જે હકીકત આધારે સિહાદા ગામે આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગ છ કરતા હતા તે દરમ્યાન બાતમી હકીકત વાળૉ ઇસમ મળી આવતા સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે