થરાદમાં પાણીના ટાંકાથી કેનાલ સુધી બની રહેલા નવીન હાઇવેની કામગીરી દરમિયાન ખોદકામ કરેલ રોડની સાઈડમાં ખાડામાં એક નંદી પડતા જીવદયા પ્રેમીઓ શેણલ મિત્ર અને ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ બહાર કઢાયો હતો અને નંદીને સારવાર આપવામાં આવી હતી.

થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોડની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે ત્યારે રોડની કામગીરી દરમિયાન ખોદકામ કરેલ ખાડાઓ જોખમી બની રહ્યા છે.
સાચોર હાઇવે તિરંગા હોટલની બાજુમાં ખોદકામ કરેલ રોડની સાઈડમાં ખાડામાં એક નંદી ખાબક્યો હતો. જેને પગલે જીવદયા પ્રેમીઓ,થરાદ ફાયર ટીમ, શેણલ મિત્ર ગૌસેવા ગૃપ, જલારામ એમ્બ્યુલન્સ દ્વારા ભારે જહેમત બાદ નંદીને બહાર નીકાળવામાં આવ્યો હતો અને ઘાયલ થયેલ નંદીને સારવાર આપવામાં આવી હતી.

