પોખરણના આકાશમાં જાેવા મળી વાયુસેનાની શક્તિ. સંભળાઈ ભારતીય વાયુસેનાની ગર્જના. રાજસ્થાનના જેસલમેર પાસે પોખરણમાં એર-ટુ-ગ્રાઉન્ડ રેન્જમાં અભ્યાસ વાયુશક્તિ ૨૦૨૪નું આયોજન કરાયું છે. વાયુશક્તિ ૨૦૨૪. જેમાં ભારતીય વાયુસેનાનો દમખમ દર્શાવીને દુશ્મન દેશને ચિત્ત કરવાની ઉત્તેજના સભર કવાયત ખાસ છે. રાજસ્થાનના જેસલમેરની પોખરણ એર ટુ ગ્રાઉન્ડ રેન્જમાં વાયુશક્તિ ૨૦૨૪નું આયોજન. સ્વદેશી ૧૨૧ વિમાનો આ પ્રદર્શનમાં ખાસ રહેશે. તેજસ અને પ્રચંડની તાકાત દુનિયા જાેશે. જેમાં પહેલી-વહેલી વાર આ શક્તિ પ્રદર્શનમાં જાેવા મળશે રાફેલની ક્ષમતા.
આ સાથે મિરાજ-૨૦૦૦, સુખોઈ-૩૦ સ્દ્ભૈં, જગુઆર, ઝ્ર-૧૩૦ત્ન, ચિનુક, અપાચે અને સ્ૈં-૧૭ની શક્તિનું પ્રદર્શન. આ સાથે જ ખાસ ધ્યાન આકર્ષશે ભારતીય બનાવટની વેપન સિસ્ટમ આકાશ અને સમર કે જે જમીનથી આકાશમાં વાર કરનારુ સટિક શસ્ત્ર છે. તેનું પણ પ્રદર્શન દુશ્મનોના દાંત ખાટા કરવા પૂરતુ છે. આ શક્તિપ્રદર્શન એટલે પણ ખાસ છે કારણ કે, છેલ્લે વાયુશક્તિનો યુદ્ધ અભ્યાસ વર્ષ ૨૦૧૯માં થયો હતો અને ત્યારબાદ ૨૦૨૪માં આ કસરત ભારતીય વાયુસેના કરશે. જ્યારે વાયુવીરોના યુદ્ધજહાજાેની ગર્જના પોખરણથી માત્ર ૧૫૦ કિલોમીટર દૂર સ્થિત પાકિસ્તાનમાં સંભળાશે તો તેની અસર દુશ્મનોને ફફડાવનારી ચોક્કસ હશે.

