લેવલીંગ થતાં લોકોને ખાડાથી છુટકારો મળતાં લોકોમાંરાહતની લાગણી પ્રસરી
સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર ચોમાસા દરમિયાન પડેલા ખાડાનું લેવલિંગ કરાવતાં સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સદસ્ય અશોકભાઈ ખુમાણ અને જીગ્નેશભાઈ ભરાડ.. આમ થોડો ઘણો રસ્તો લેવલીંગ થતાં પણ લોકોને ખાડા ટેકરાથી રાહત મળતાં લોકો પણ આ બંનેનો જાહેર આભાર માન્યો હતો. આમ ગણીએ તો આ હાથસણી રોડ જિલ્લા પંચાયત હસ્તક હોવાથી ન ઘરના ન ઘાટના જેવી સ્થિતિ સર્જાઈ છે છેલ્લા ઘણા સમયથી આ રોડ પર ખાડા ટેકરાનું સામ્રાજ્ય જોવા મળે છે. તંત્ર આ બાબતે વહેલી તકે સંજ્ઞાન લઈને આ સમગ્ર રોડને ફરી રીસરફેસીંગ કરાવે એવી લોકોની માંગ પણ છે અને નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના સદસ્ય અશોકભાઈ ખુમાણ અને જીગ્નેશભાઈ ભરાડની માંગ પણ છે.
બિપીન પાંધી

