Gujarat

સાવરકુંડલા ખાતે ગુરૂકૂળ વિસ્તારના અમુક વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનુ દુષિત પાણી ભળતા લોકો પરેશાન

અમે નથી બોલતાં લોકો બોલે છે.
સાવરકુંડલા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ વિસ્તારના અમુક વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરનું દુષિત પાણી ભળી જવાની ફરિયાદ ઉઠવા પામી છે. તંત્ર દ્વારા આ સંદર્ભે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા એ વિસ્તારના રહીશ હરેશભાઈ જોષીએ તંત્રને તાકીદ કરી છે. હાલ ચોમાસાની ત્રતુ હોય લોકોની જાહેર આરોગ્યની કાળજી લેવા પણ તંત્રે યુધ્ધના ધોરણે વિચારી આ સમસ્યાનું નિવારણ સત્વરે કરવું જોઈએ તેવું પણ હરેશભાઈએ જણાવ્યું હતું.
બિપીન પાંધી