ડભોઇ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ડભોઇ-થુવાવી રોડ આસપાસના ખેતરોમાં જંગલી ભૂંડોનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે. આ વર્ષે ચોમાસામાં અનિયમિત વરસાદ અને કમોસમી માવઠાના માર બાદ હવે જંગલી ભૂંડો ઊભા પાકનો સોથ વાળી રહ્યા હોવાથી જગતનો તાત લાચાર બન્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ હવે બજારમાંથી જૂની સાડીઓ ખરીદીને ખેતરની ફરતે બાંધવાનો નવતર અને કીમિયો અપનાવ્યો છે
શું છે સમગ્ર મામલો ડભોઇ-થુવાવી રોડ પર આવેલા ખેતરોમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોના ટોળા ઉતરી આવે છે અને તૈયાર થયેલા ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચાડે છે. ખેડૂતોએ પાક બચાવવા ‘સાડીની વાડનો સહારો તારની ફેન્સિંગ કે ઝટકા મશીનનો ખર્ચ પરવડે તેમ ન હોવાથી ખેડૂતોએ એક દેશી જુગાડ અપનાવ્યો છે.
પવન ફૂંકાય ત્યારે આ સાડીઓ હલે છે, જેના કારણે રાત્રિના અંધારામાં જંગલી ભૂંડોને ખેતરમાં કોઈ માણસ ઊભું હોવાનો ભ્રમ થાય છે અને તેઓ ડરીને ખેતરમાં ઘૂસતા અટકે છે. ખેડૂતોની તંત્ર સમક્ષ માંગ એક તરફ કુદરતી આફતો અને બીજી તરફ વન્ય પ્રાણીઓના ત્રાસથી ડભોઇ પંથકના ખેડૂતો આર્થિક સંકડામણમાં મુકાયા છે.
ખેડૂતોનું કહેવું છે કે આ સાડીની વાડ માત્ર કામચલાઉ ઉપાય છે. વન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા આ જંગલી ભૂંડોના ત્રાસમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોમાં પ્રબળ માંગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે છે.

