અમરેલી ખાતે સતચરિત્ર પરિક્રમા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાયમંડ્ઝ આર ફોર એવર નામની ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથાના સંદર્ભે ગુજરાતી ભાષામાં વિમોચન કરવામાં આવ્યું. શ્રી ગોવિંદભાઈ ધોળકિયાની આત્મકથાની ગુજરાતી આવૃત્તિ વિમોચન પ્રસંગે શ્રી મુક્તાનંદજી બાપુ, ગિજુભાઈ ભરાડ, હરેશભાઈ મહેતા, ચિંતનભાઈ શેઠ, ભરતભાઈ કાનાબાર અને ગોવિંદભાઈ ધોળકિયા ઉપસ્થિત રહ્યા તેમજ તેમના દ્વારા આર્શિવચન અને વક્તવ્ય આપવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો. ભરતભાઈ કાનાબાર અને મિત્રો દ્વારા કરવામાં આવ્યું જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર,જેનીબેન ઠુંમર સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બિપીન પાંધી

