Gujarat

ગુજરાતનું ગૌરવ કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિતનું સંગીત નાટક અકાદમી  ન્યૂ દિલ્હી દ્વારા લોકનૃત્યમાં બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર-૨૦૨૩ થી સન્માનિત થયા

ભાવેણાનું ઘરેણું અને ગુજરાતનું ગૌરવ એવા કલાપથ સંસ્થાનાં સંચાલક કુશલ દીક્ષિતનું તારીખ  ૨૨-૧૧-૨૪ ને શુક્રવારનાં રોજ આંબેડકર સેન્ટર જનપથ ન્યુ દિલ્હી ખાતે ગુજરાતમાંથી લોકનૃત્યના “ઉસ્તાદ બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર-૨૦૨૩” સંગીત  નાટક અકાદમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ ડૉ. સંધ્યા પુરેચા, સેક્રેટરી શ્રી રાજુ દાસ, કેન્દ્રીય સાંસ્કૃતિક સચિવ શ્રી અરુનીશ ચાવલા, જોઇન્ટ સેક્રેટરી શ્રી ઉમા નંદુરી અને ઉપાધ્યક્ષ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ દ્વારા શાલ અને મિમેન્ટોથી  સન્માન કરવામાં આવ્યુ જે માત્ર ભાવનગર જ નહીં પણ સમગ્ર ગુજરાતના કલાજગતનું ગૌરવ અને સન્માન છે.