અધિકૃત લાયસન્સ ધારક પાસેથી બિયારણ ખરીદવું
બિયારણના ધારાધોરણો દર્શાવ્યા હોય અને માન્ય
હોય તેવા પ્રકારના બિયારણની ખરીદી કરીએ
અમરેલી તા.૨૨ એપ્રિલ, ૨૦૨૪ (સોમવાર) જિલ્લાના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાઈસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો, જેથી છેતરપીંડીથી બચી શકાય છે. લાયસન્સ-પરવાના ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ,પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કોઈપણ સંજોગોમાં કરવી નહીં. બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગત દર્શાવતું હોય તેવું સહી સાથેનું બિલ અવશ્ય લેવું. બિયારણની થેલી ખૂલ્લી ન હોય અને બંધ હોય તેવી સ્થિતિમાં છે કે કેમ તેમ જ તેની મુદ્દત પૂરી થઈ કે વીતી ગઇ નથી તે બાબતની ખાસ ચકાસણી કરવી. મુદત મુદ્દત પૂરી થઈ કે વીતી ગઇ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. વાવણી બાદ ખરીદવામાં આવેલા બિયારણનું પેકેટ, થેલી તથા તેનું બિલ સાચવી રાખવું જરુરી છે. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો ન દર્શાવ્યા હોય તો તેવા વિવિધ નામથી વેચવામાં આવતા અમાન્ય બિયારણ ખરીદવા નહિ. બિયારણના ધારાધોરણો ન દર્શાવ્યા હોય અને અમાન્ય હોય તેવા પ્રકારના બિયારણનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રિકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા તેમ નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એ એક યાદીમાં અનુરોધ કરતા જણાવ્યુ છે.
ધર્મેશ ૦૦૦
