રોહન આનંદ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જી.છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામા ગુન્હા કરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ડ્રાઇવ રાખેલ હોય જે આધારે ઇન્ચાર્જ કે.એચ.સુર્યવંશી, નાયબ પોલીસ અઘિક્ષક બોડેલી ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવા સારૂ એલ.પી.રાણા પોલીસ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ જેતપુરપાવી પો.સ્ટે.ના હે.કો મિતેશભાઈ જટડાભાઈ બ.નં.૯૮૩ તથા અ.હે.કો.દિલીપભાઈ રણછોડભાઈ બ.નં.૮૮ તથા પો.કો.હિતેશભાઈ પારસીંગભાઈ બ.નં.૩૧૪ તથા પો.કો સુનિલભાઈ ઝલુભાઈ બ.નં.૩૧૭ નાઓ ટીમ સાથે મધ્યપ્રદેશ રાજ્યમા નાસતા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમ્યાન હે.કો મિતેશભાઈ જટડાભાઈ બ.નં.૯૮૩ નાઓને બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે જેતપુર પાવી પો.સ્ટે.પાર્ટ સી-ગુ.ર.નંબર.૧૧૧૮૪૦૦૩૨૩૦૮૩૩/ ૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ,ઈ), ૯૮(૨),૮૧ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અતુલભાઈ પ્રેમસીંહ કિરાડ રહે.ભોરણ ગામ,તલાવ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (MP) નાઓ મોજે- ભોરણ ગામે પોતાના ઘરે હાજર હોય અને તેઓ એક કાળા કલરનુ શર્ટ તથા કમરના ભાગે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તેવી બાતમી હકીકત આધારે તાત્કાલિક ઉપરોક્ત સ્ટાફના માણસો સાથે મોજે-ભોરણ ગામે તપાસમા જતા બાતમી વાળૉ ઇસમ પોતાના ઉભો હોય તેને કોર્ડન કરી પકડી પાડી તેનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ અતુલભાઈ પ્રેમસીંહ કિરાડ રહે.ભોરણ ગામ,તલાવ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (MP) નાનો હોવાનું જણાવેલ હોય જેથી સદરી ઇસમને ઉપરોક્ત ગુન્હાઓ બાબતે પુછપરછ કરી તેમજ ગુન્હાઓના રેકડ આધારે તપાસ કરતા સદરી ઇસમ જેતપુર પાવી પો.સ્ટે.પાર્ટ સી-ગુ.ર.નંબર.૧૧૧૮૪૦૦૩૨૩૦ ૮૩૩/૨૦૨૩ પ્રોહી એક્ટ કલમ ૬૫ (એ,ઈ), ૯૮(૨),૮૧ મુજબના ગુન્હાઓના કામે નાસતો ફરતો હોવાનું જણાઇ આવેલ. જેથી સદરી નાસતા ફરતા આરોપી અતુલભાઈ પ્રેમસીંહ કિરાડ રહે.ભોરણ ગામ,તલાવ ફળીયા તા.સોંઢવા જી.અલીરાજપુર (MP) નાને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ જેતપુરપાવી પોલીસ સ્ટેશન દ્રારા જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

