કેન્દ્ર તથા રાજ્ય સરકારની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના ,શહેરી હળપતિ આવાસ યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાના સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાઓના 2,933 કરોડ 1,31,454 આવસોના ઈ લોકાર્પણ તથા ખાતમુહુર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાયો હતો.આ મુખ્ય કાર્યક્રમને સમાંતર નક્કી કરવામાં આવેલ ગ્રામીણ વિસ્તારના 182 વિધાનસભા મત વિસ્તારમાં આ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની પ્રેરક ઉપસ્થિતિમાં છોટાઉદેપુર વિધાનસભા મત ક્ષેત્રના 2103 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 2016- 17 થી વર્ષ 2022-23 સુધીમાં કુલ 46043 આવસોના લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો. જેમાં કુલ 46,043 કુલ આવાસોને મંજૂર કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 42,270 આવાસનું બાંધકામ પૂર્ણ થતા આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા માં કુલ 10204 આવાસોનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત છોટાઉદેપુર SN કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ છોટાઉદેપુર 137 વિધાનસભા મતવિસ્તાર ના કાર્યક્રમમાં 2103 વિવિધ યોજનાના આવાસોના લાભાર્થીઓને આવાસોની ચાવીઓ મહાનુભવના હસ્તે આપવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં છોટાઉદેપુર તાલુકાની વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસોનું લાભ મેળવનાર ત્રણ જેટલા લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના પાંચ જેટલા લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે આવાસોની ચાવી આપવામાં આવી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સેજલબેન સંગારા, રાજુભાઇ પરમાર, પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા ,છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા ,એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપુત, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

