Gujarat

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા એક શામ…મેરે રામ કે નામ

૨૨ જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રીરામની ભવ્ય મૂતિૅ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે. લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા ગીત સ્પર્ધા નો સૂંદર કાર્યક્રમ યોજાયો હતો..જેમા ૩૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો
આ ગીત સ્પર્ધા કાર્યક્રમ લોકલાડીલા ધારાસભ્ય  મહેશભાઈ કસવાળા,જીવનભાઈ વેકરીયા,જનકભાઈ વેકરીયા-ભજનીક,કરશનભાઈ ડોબરીયા,હિતેશભાઈ સરૈયા,દિપકભાઈ બોધરા,વગેરે મહાનુભાવો તેમજ લાયન્સ કલબના તમામ મેમ્બર્સે હાજરી આપી હતી…
ધોરણ ૧ થી ૮ માં ગીત સ્પર્ધામાં..મેશ્વા દોશીએ સહુના  દિલ જીતી લીધા હતા તેમાં પ્રથમ નંબર મહેતા નિયતિ તેમજ બીજા નંબરે ૨ સ્પર્ધકો જેમાં જૈની બનજારા  અને સોજીત્રા યશ્વી અને ત્રીજા નબંરે ગોહિલ ધૈર્ય આવેલા હતા..
ધોરણ ૯ થી હાયર સેકન્ડરી સુધીમાં પ્રથમ નબંર હરિયાણી મિત તેમજ બિજા નબંરે વેગડ આશા અને ત્રીજા નબંરે સોલંકી ધ્રુવી આવેલી હતી. ઈનામોના દાતાશ્રી સોનિક જ્વેલર્સ કેતનભાઈ હિંગુ, હરિ કુષ્ણા ગ્રુપ લંડન નિમેશ પટેલ તરફથી મળેલ હતુ….આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિજયભાઈ મહેતાએ કર્યું હતુ. ગીત સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અરવિંદભાઈ શેલડીયા,ચંદ્રેશભાઈ બોરીસાગર,ભકિતબહેન પરમાર,હેતલબહેન ચુડાસમા એ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુકેશભાઈ માલવિયા,હરેશભાઈ પટેલ,વૈશાલીબહેન પટેલ,પારૂલબહેન ગાંધી, ખુબ સારી રીતે મેનેજમેન્ટ કરી કાર્યક્રમ સફળ બનાવેલો હતો.
આ સમગ્ર યાદી લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના પ્રેસિડેન્ટ કમલ શેલાર જણાવે છે

IMG-20240122-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *