આમ તો પ્રાચીન ભજનો માનવજાતને ખરાં અર્થમાં જીવન જીવવાનો ખરો માર્ગ દર્શાવે છે. ઘણી વખત જીવ અને શિવ તો ઘણી વખત જીવનની નશ્વરતા પણ દર્શાવી છે. આમ પણ આજના ભાગદોડના જીવનમાં માનસિક શાંતિ માટે આ પ્રાચીન ભજનો અમૃત સમું કામ કરે છે.
એટલે જ સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુએ હરિના બાળકોને માનસિક શાંતિ મળે અને આપણાં જૂના પ્રાચિન ભજનોનું સંવર્ધન થાય એ ઉદ્દેશ સાથે આજની પેઢીને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો વારસો મળે એ હેતુથી આપણા પ્રાચીન ભજનો સામાન્ય શૈલી અને જૂની પદ્ધતિથી રજૂ કરવાનો પ્રયાસ કરતાં જોવા મળે છે એક પ્રાચીન ભજન પુષ્કરભાઇ દૂધરેજીયા દ્વારા પૂ ભક્તિરામબાપુના સાનિધ્યમાં ગવાયું હતું અને માનવમંદિરે રજૂ કરવામાં આવેલ.
આમ આધ્યાત્મિક સમજ અને જ્ઞાન પણ આવા પ્રાચીન ભજનો દ્વારા લોકો સુધી પહોંચે તેવા ઉદેશથી માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ સતત પ્રયત્નશીલ રહે છે. અને માનવમંદિરના મનોરોગી બહેનોની માનસિક સ્થિતિમાં પણ આવા પ્રાચીન ભજનો પરિવર્તન લાવી શકે તેવી સંભાવના ધરાવે છે. .