રાજકોટ જિલ્લા ના વેરાવળ ગામની ધારવાળી ખોડિયાર મંદિર ખાતે આજરોજ ગૌલોક વાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથી નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં શહેર ના આનંદી આશ્રમ ના પરમ પૂજ્ય મહંત શ્રી મસ્તરામબાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો.જેમાં 700 થી વધુ દાતાઓએ ઉત્સાહભેર ઉમટીને અમૂલ્ય રક્તનું દાન કર્યું
કેમ્પ માં સાથે બીપી તેમજ ડાયાબિટીસ નું પણ ચેકઅપ કરાયું હતું.તેમજ સૌરાષ્ટ્રના છોટે સરદાર ગણાતા વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે વેરાવળ-શાપર ના જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી,વેરાવળ શાપર ના સર્વે સમાજના લોકોએ તથા યુવાનો તેમજ મહિલાઓએ પણ સૌ સાથે મળીને રક્તદાન કરીને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કેમ્પમાં અંદાજીત 700 થી વધુ
બોટલથી વધુ રક્ત એકઠું થયુ હતું.

આ સાથે આમન્ત્રિત પરમ પૂજ્ય મસ્તરામ બાપુ સહીતનાઓ ના હસ્તે મંદિર ના કેમ્પસ માં વૃક્ષારોપણ કરાયું હતું. તેમજ વેરાવળ મેઈન રોડ પર આવેલ સરદારજી ના સ્ટેચ્યુ ને જયેશભાઈ સહીતનાઓ ના હસ્તે ફૂલહાર કરાયા હતા.

કેમ્પમાં ખાસ ઉપસ્થિત જામકંડોરણા ના ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા,રાજકોટ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ,શાપર ના સરપંચ જયેશભાઇ કાકડિયા,વેરાવળ ના સરપંચ રવિરાજસિંહ જાડેજા,દુષ્યન્તભાઇ ટીલાળા,તેમજ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઇ કોરાટ,અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએસના પ્રમુખ સહીત કારોબારી સભ્યો અને ગ્રામ પંચાયત વેરાવળ ના સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઇ રાઠોડ,માજી સરપંચ મુકેશભાઈ કાપડિયા,કોટડાસાંગાણી તાલુકા પ્રમુખ જશ્મતભાઈ સાંગાણી, સહીત વેપારીઓ ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ સહીતનાઓ હાજર રહ્યા હતા.તેમજ સર્વે મોટી સંખ્યા માં રક્તદાતાઓ એ ઉમટી પડીને રક્તદાન મહાદાન એવા ઉમદા હેતુને સાકાર કર્યો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ