Gujarat

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી

ગાંધીનગર,

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પુષ્પગુચ્છથી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. શ્રી મનોહરલાલ ખટ્ટર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ માં ભાગ લેવા ગાંધીનગર પધાર્યા હતા. તેઓ ટ્રેડ શૉ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રી મનોહરલાલ ખટ્ટર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતની વિકાસયાત્રામાં સીમાચિહ્ન સ્વરૂપ વિકાસકાર્યો વિશે વિગતે વાત કરી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સ્વરૂપ અને ગુજરાતની વિકાસ ગાથામાં તેના યોગદાન વિશે પણ વિમર્શ કર્યો હતો.

File-02-Page-Ex-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *