Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ITI ના બાળકોનો સન્માન કાર્યક્રમ આઈ. ટી . આઈ પાવી જેતપુર ખાતે યોજાયો

તા. ૨૬/૧૦/૨૦૨૪ ના રોજ આઈ.ટી. આઈ પાવી જેતપુર ખાતે જિલ્લા કક્ષાના ITI માં દરેક ટ્રેડ ના ૧ થી ૩ નંબર મેળવનાર બાળકોનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ છોટાઉદેપુર ની સંસ્થાનો એક બાળક (બાળકનું નામ જે.જે.એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૪ હેઠળ ગુપ્ત રાખવામાં આવેલ છે) આઈ. ટી.આઈ, છોટાઉદેપુર ખાતે વેલ્ડર ના ટ્રેડમાં અભ્યાસ કરતો હતો.
જેને વેલ્ડર ટ્રેડમાં જિલ્લામાં પ્રથમ નંબર મેળવવા બદલ ગોલ્ડ મેડમ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થાના અધિક્ષક મુકેશ રાઠવા જણાવ્યું હતું કે, સંસ્થાના અનાથ, નિરાધાર બાળકો સંસ્થામાં રહી શ્રેષ્ઠ શિક્ષણ કૌશલ્ય મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવે એ અમારા માટે ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ. આવી પ્રગતિ બાળકો કરતા રહે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર