ઈંગ્લિશ દારૂ બોટલ નંગ ૭૪૬ કી.રૂ. ૨,૩૪,૨૦૬ તથા બીયર નંગ ૩૦૫ કી.રૂ ૩૦,૪૦૦ નાં મુદ્દમાલ નો નાશ કરાયો….
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા પો.સ્ટે મા પડેલ દેશી/વીદેશી દારૂ નો નાશ કરવા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા દ્વારા જીલ્લાના તમામ અધિકારી ને અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી મહર્ષી રાવલ તથા સર્કલ પો.ઈન્સ. જે.બી.પંડીત ના માર્ગદર્શન હેઠળ પેન્ડીંગ તમામ વિદેશી દારૂ નાશ કરવાની નામદાર બરવાળા કોર્ટ તથા નામદાર રાણપુર કોર્ટ માથી અલગ-અલગ મંજુરીઓ મેળવી આજરોજ બરવાળા પ્રાંત અધીકારી સી.આર. પ્રજાપતી તથા પ્રો.ના.પો.અધી. નવીન આહીર તથા I/C ના.પો.અધી. એ.જી.સોલંકી ની હાજરીમા બરવાળા પો.સ્ટે ના પો.સબ.ઈન્સ એસ.જી.સરવૈયા તથા રાણપુર પો.સબ.ઈન્સ એચ.એ.વસાવા તથા બરવાળા પો.સ્ટે ના એ.એસ.આઈ શીવાંગકુમાર હર્ષદભાઈ ભટ્ટ તથા રાણપૂર હેડ કોન્સ પ્રવીણભાઈ સોરઠીયા દ્વારા બરવાળા પો.સ્ટે. ના કુલ -૩૪૭ બોટલ કી.રૂ. ૧,૦૯,૭૨૫ તથા ૧૫ બીયર કી.રૂ. ૧૫૦૦ તથા રાણપૂર પો.સ્ટે ના કુલ ૩૯૯ નંગ કી.રૂ. ૧,૨૪,૪૮૧ તથા ૨૯૦ બીયર કી.રૂ ૨૮,૯૦૦ એમ મળી કુલ બન્ને પો.સ્ટે ના ૭૪૬ નંગ કી.રૂ. ૨,૩૪,૨૦૬ તથા ૩૦૫ બીયર કી.રૂ ૩૦,૪૦૦ ના મુદ્દામાલ નો બી.એસ.એન.એલ.કચેરી ની પાછળ આવેલ પડતર જગ્યામાં રોડ રોલર ફેરવી નાશ કરવામા આવ્યો હતો…

