પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સાંતલપુરના ગરામડી ગામમાં UGVCL ની ઘોર બેદરકારી,ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થયો, અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થયા..
વીજપ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને રાખ થયા, TV, ફ્રિજ, પંખા સહીતના ઉપકરણો બળી જતાં ગામમાં લાખોનું નુકશાન થતાં યોગ્ય વળતરની માંગ ..
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં UGVCL ની ઘોર બેદરકારી સામે આવી છે. ગામમાં વીજ પ્રવાહમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને ખાખ થયા જઈ જતાં ગામમાં લાખો રૂપિયાના વીજ ઉપકરણો બળી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.સાંતલપુરના ગરામડી ગામે વીજપ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો બળીને રાખ થયા થયા હતા જેમાં જોઈએ તો વીજપ્રવાહ હાઈ થતા TV, ફ્રિજ, પંખા સહીતના ઉપકરણો બળી જતાં ગામમાં લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું. જેને લઇને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને યોગ્ય વળતરની ગ્રામજનોએ માંગ કરી હતી.
સાંતલપુર તાલુકાના ગરામડી ગામ ખાતે UGVCL ની બેદરકારીને લઇને નુકશાની થતાં ગ્રામજનો એ સાંતલપુર UGVCL કર્મીઓ પર રોષ ઠાલવ્યો હતો. એટલું જ નહિ પરંતુ દુર્ઘટના સમયે UGVCL કર્મીઓના ફોન બંદ હોય છે જેથી સમય સર મદદ મળતી નથી તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે ત્યારે UGVCL ની બેદરકારી સામે ગામ લોકો ને લાખો રૂપિયાના વીજ ઉપકરણો બળી ને રાખ થઈ જતાં UGVCL વિભાગ દ્વારા ગામની નુકશાની ભરપાઇ કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે.




