Gujarat

માંગરોળ નાં શેપા ગામે ગેરકાયદેસર ચાલતા ખનીજ ના વાહનો બેફામ ચાલતા હોય કાયદેસરની કાર્યવાહી કરવા શેપા અને હુસેનાબાદ ગ્રામજનો દ્વારા રોષપૂર્વક મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર પાઠવ્યું,,

માંગરોળ શેપા તથા હુસેનાબાદ ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્ર માં જણાવ્યા મુજબ શેપા ગામમાં છેલ્લા આઠમાસથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થાય છે તેમજ ખનિજ ચોરી ના માલ ભરેલા લોકો બેફામ રીતે ડમ્પર ચલાવી લોકો સાથે અકસ્માત સર્જે છે
આ બાબતે થોડા સમય પહેલા જ શેપા ગામના એક યુવાન ને ડમ્પર ચાલકે હડફેટે લેતા મુત્યુ થયું છે..
આ રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા લોકો અને આર.ટી.ઓ.ના નિયમો અને સરકારના નીયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કડક કાર્યાવહી કરવા ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. જ્યારે હાલતો ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક પગલાં લેવા માંગણી કરી છે પરંતુ જો આવનારા સમયમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં કરવામા આવે તો ઉગ્ર આંદોલન થાય તેવાં એંધાણ વર્તાઈ રહ્યા છે,,

20240124_184443.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *