દર વર્ષે ૨૪ જાન્યુઆરીનાં દિવસને રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ દેશની બાલિકાઓને સહાય અને તકો પૂરી પાડવી, તેમનાં અધિકારો, અસ્તિત્વ, શિક્ષણ, વિકાસ, આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ લાવવાનો છે. સરકાર તરફથી આ દિશામાં થવા જોઈએ એટલાં પ્રયાસો તો થાય જ છે પણ હવે જો કોઈને જાગૃત થવાની જરૂર છે તો એ સમાજને જાગૃત થવાની જરૂર છે. આ માટે લોકોએ પોતાનાં વિચાર અને આચાર બદલવાની જરૂર છે, તો અને તો જ આ દિશામાં સુધારા લાવી શકાશે. આ તમામ બાબતોથી અજાણ એવાં શ્રમિક માવતરને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થતી આ નિર્દોષ બાલિકાની તસવીર સુરત જિલ્લાનાં ઓલપાડ ટાઉન ખાતે કેદ થઈ જે આપણને સૂચક ટોણો મારે છે.

