Gujarat

ઉનાના ઓલવાણ ગામમાં રાત્રીના શખ્સે પથ્થરની ખાણના હિસાબ બાબતે યુવાનને બંધૂકની ગોળી ધરબી હત્યા કરી નાખી…હત્યારાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો…મૃતકની પત્ની એ નવાબંદર મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી

ઉનાના ઓલવાણ ગામમાં મોડી રાત્રીના એક શખ્સે પથ્થરની ખાણના હિસાબ બાબતે માલીક અને મેહતાજી વચ્ચે મનદુઃખના કારણે માલીકને છાતીના ભાગે બંધૂકની ગોળી ધરબી દેતા તેમનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. આ બાબતને મરણજનારની પત્ની એ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
આ અંગેની પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉના રહેતો ભીમા કરશન ગઢવી એ ઓલવાણ ગામની અંધુનામની સીમ વિસ્તારમાં ભૂપતભાઇ રાજશી રામ પથ્થરની ખાણના માલિક હોય અને ત્યાં ભીમા ગઢવી મહેતાજી તરીકે કામ કરતો હતો. જેમાં માલીક અને મહેતાજી બન્ને વચ્ચે ખાણના હિસાબ બાબતે કે અન્ય કોઈ મનદુઃખના કારણે ભીમા ગઢવી એ પોતાની પાસે રહેલી બંધૂક વડે ભૂપતભાઇ ઉપર જીવલેણ હુમલો કરી છાતીના ભાગે બંધૂકની ગોળી ધરબી દીધી હતી. જેમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા લોહીલોહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.
આ બાબતને મરણજનારની પત્ની જશુંબેન ભુપતભાઈ રામએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી લીધો હતો. આ અંગે પી એસ આઇ બાટવા એ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે. યુવાનના મૃતદેહને પી એમ અર્થે ઉના સરકારી હોસ્પિટલ બાદ જામનગર ખસેડવામાં આવેલ છે. પોલીસે હત્યારાને ગણતરીની કલાકોમાંજ ઝડપી લીધો હોવાનુ પોલીસ સૂત્રો માંથી જાણવા મળેલ છે.