ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ લંબાયો..
પાટણ જિલ્લામાં આવતીકાલથી શરું થતો ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ વરસાદની પરિસ્થિતિના કારણે હવે તા.15-9-2024 થી શરુ કરાશે
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં થયેલા ભારે વરસાદ બાદની પરિસ્થિતિમાં વિવિધ વિભાગો અને તંત્ર કામે લાગ્યું છે ત્યારે પાટણ જીલ્લામાંથી પણ કર્મચારીઓને અન્ય જિલ્લામાં કામગીરી માટે ફરજ પર મૂકવામાં આવ્યા છે.જેના કારણે પાટણ જિલ્લામાં ખરવા – મોવાસા રસીકરણ કાર્યક્રમ જે 2 સપ્ટેમ્બરથી શરૂ થનાર હતો તે વરસાદની પરિસ્થિતિના કારણે હવે તા.15-9-2024 થી શરુ કરાશે અને તા. 12-11-2024 સુધી ચાલશે પશુપાલન નિયામક અધિકારી જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ કચ્છ – ભુજ જિલ્લામાં અતિવૃષ્ટિની કામગીરી માટે પાટણ જિલ્લામાંથી પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષકની બે ટીમો પશુ સારવાર, રસીકરણ અને પશુ મૃત્યુ સર્વેક્ષણ માટે મોકલી આપવામાં આવી છે. ત્યારે પાટણ જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો. બી.એમ. સરગરાએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં ખરવા – મોવાસા રસીકરણ કાર્યક્રમ જે સોમવારે 2 સપ્ટેમ્બરથી શરૂ થનાર હતો તે વરસાદની પરિસ્થિતિના કારણે હવે તા.15-9-2024 થી શરુ કરાશે અને તા. 12-11-2024 સુધી ચાલશે તેમ પશુ પાલકોએ નોંધ લેવા જણાવ્યું હતું
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ


