પાટણ: ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલના યજમાન પદે 13મી વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધામા 67 ટીમોએ ભાગ લીધો …
પાટણ શહેરની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલ ના યજમાન પદે વેસ્ટ ઝોનની 13 મી ફૂટલોબ સ્પર્ધાનો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કે. સી પોરીયા ના અધ્યક્ષતા માં પ્રારંભ થયો હતો.આ સ્પર્ધામાં માં દિવ, દમણ ગોવ સહિત ગુજરાત માંથી 67 ટિમો એ ભાગ લીધો છે. જેમાં 1200 થી વધુ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા આવ્યા છે.આ વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધા ચાર દિવસ ચાલશે જેમાં 4 તારીખે ફૂટબોલ ની ફાઇનલ મેચ રમાશે .જેમાં વિજેતા થનાર ટિમ નેશનલ રમવા જશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી.પોરીયા એ જણાવ્યું હતું કે આજથી એનજીએસ કેમ્પસમાં વેસ્ટ ઝોન ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.તન અને મન ની કેળવણી માટે શિક્ષણની સાથે સાથે સ્પોર્ટ નું મહત્વ રહેલું છે. ફિઝિકલ ફિટનેસ એ આજની દરેક માણસની જરૂર ગઈ છે એ જરૂરીયાત ની અંદર જુદી જુદી પ્રકારની ગેમ છે એક્ટિવિટી છે. શિક્ષણની સાથે થવી જોઈએ એમ અને આ પ્રકારની પ્રવૃત્તિ છે એનજીએસ કેમપ્સ કરે છે એનું મને આનંદ છેફૂટબોલ એ એવા પ્રકારની ગેમ છે કે જેની અંદર ટીમ સ્પીરીટ છે એ જાળવો ખૂબ જરૂરી હોય છે એની સાથે સાથે ફૂટબોલમાં ટીમના સંયુક્ત પ્રયાસથી જીતી શકાય છે. એમાં જીત અને હાર છે એનું મહત્વ હોતું નથી. પણ પોતાની સ્કીલ પોતાનો મનને કેળવણી મને જાગૃતતા એ ટીમને જીત સુધી લઈ જતી હોય છે મને આનંદ છે કે આપણા ગુજરાત રાજ્યના મોટા શહેરો છે આ સુરત વડોદરા અમદાવાદ અને દિવ દમણ થી ટીમ આવેલી છે આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ જે રીતે નેશનલ ગેમ્સ હોય એ પ્રકારના માહોલમાં આજે શરૂ થયો છે અને સર્વ કોચ સર્વ શિક્ષકો અને કેમ્પસના ડાયરેક્ટ પંચોલી ભારે જહેમત ઉઠાવી છે.
એનજીએએસ કેમ્પસ ડાયરેક્ટર જે એચ પંચોલએ જણાવ્યું હતું કે ભગવતી ઇન્ટર નેશનલ સ્કૂલ માં વેસ્ટ ઝોન ની 13 મી ફૂટલોબ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માં દિવ, દમણ ગોવ સહિત ગુજરાત માંથી 67 ટિમો એ ભાગ લીધો છે. જેમાં 1200 થી વધુ ખેલાડીઓ આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા આવ્યા છે. આજથી કેમ્પસમાં રમત ગમતી શરૂઆત થઈ છે. ફૂટબોલની ટુર્નામેન્ટ ચોથી તારીખે ફાઇનલ રમાશે અને ટીમ વિજેતા બનશે એ આગળ નેશનલ માં રમવા માટે જશે મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ બરોડા અને સુરત અમદાવાદ મોટી સિટી માંથી ફૂટબોલ રમવા માટે આવ્યા છે .
વેસ્ટ ઝોન ફૂટબોલ સ્પર્ધા નાઉદ્ધાટન પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે. સી. પોરીયા, એનજીએસ ના ડાયરેક્ટર જે એચ પંચોલી,સંસ્થાના CDO પ્રો. જય ધ્રુવ. આચાર્ય ડૉ. ચિરાગ પટેલ, સહિત ખેલાડીઓ,કોચ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ



