Gujarat

‘ભાજપના પાપનો ઘડો 20 કિલોમીટરમાં છલકુ છલકુ, બેફામ ભ્રષ્ટાચાર કરેલા હોય તો આવા 10 ઘડા ભરાશે’- લાલજી દેસાઇ

ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે 9 ઓગસ્ટથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ હતી અને ટંકારા ખાતે પહોંચી હતી.

 

જ્યાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે સવારથી ન્યાયયાત્રા રાજકોટ જવા માટે રવાના થઈ છે. હાલમાં યાત્રાની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તેમજ ગુજરાત કિશાન કોંગ્રેસના પ્રમુખ તેમજ પીડિત પરિવારના લોકો અને કોંગ્રેસના આગેવાનો ચાલી રહ્યા છે. પીડિત પરિવારોને ન્યાય અપાવવાના જુસ્સા સાથે પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે.