પ્રાચી તીર્થ માં શ્રી કારડીયા રાજપૂત સમાજ ધર્માલય ખાતે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજ ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૨,૯૯૩ કરોડના ખર્ચે કુલ ૧,૩૧,૪૫૪ આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે તાલાલા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ જી.પં.પ્રમુખશ્રી મંજુલાબેન મુછાળ, જી.પં. ઉપ.પ્રમુખશ્રી રાજવીરસિંહ ઝાલા, જી.ભાજપા.મહામંત્રી ગીર-સોમનાથ દિલીપભાઈ બારડ, નાયબ.જી.વિકાસ અધિકારી શ્રી એન.પી.ગણાત્રા સાહેબ, મામલતદારશ્રી સુત્રાપાડા શ્રી પી.બી.કરગટીયા સાહેબ, મામલતદારશ્રી તાલાલા શ્રી બિંદુબેન એચ.કુબાવત, તાલુકા.વિ.અધિકારી તાલાલા શ્રી આર.આર.ઠુમ્મર તેમજ મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, પદાઅધિકારીઓ, પક્ષના આગેવાનો, અને લાભાર્થીઓ હાજર રહ્યાં હતા…

