Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ SMS થી મેળવી શકાય છે બુથ સ્લીપઃ કેવી રીતે કરીએ 1950 પર SMS

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
SMS થી મેળવી શકાય છે બુથ સ્લીપઃ કેવી રીતે કરીએ 1950 પર SMS

તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાનઃ
લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ

અમરેલી તા.૨૩ એપ્રિલ,૨૦૨૪ (મંગળવાર) લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન થશે. નાગરિકો પોતાની બુથ સ્લીપ કેવી રીતે મેળવી શકે તેની વિગતો જોઇએ તો, બુથ સ્લીપ માટે ૧૯૫૦ 1950 પર SMS (એસએમએસ) કરવાનો રહે છે. 1950 પર ECI (Voter ID) SMS કરવાથી ૧૫ સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઇલ પર બુથ સ્લીપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લીપ મેળવવાની આ વિગતોથી વાફેક થઇએ અને અન્યને પણ આ જાણકારી આપી વાકેફ કરીએ, આ વિગતોને હાથવગી રાખીએ. 1950 પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ ECI દ્વારા પ્રત્યુત્તર મળે છે, તેમાં લખ્યું હોય છે કે, ECIનો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. ECI. આ મેસેજમાં નામ, ભાગ નંબર, ક્રમ નંબર ECI સહિતની વિગતો ઉપલબ્ધ થશે. લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ.
દિવ્યા ૦૦૦