Gujarat

માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અરવિંદ લાડાણી 

માણાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે માણાવદર – બાટવા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ પ્રાઈઝ સપોર્ટ યોજના હેઠળ ખેડૂતો પાસેથી મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભ આરંભ કરાવતા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી.
ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર ચઢાવથી તેમને નુકસાન ન થાય તે માટે સરકાર દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવ અત્યાર સુધીમાં સૌથી વધારે છે આ ટેકાના ભાવથી ખરીદી થતાં ખેડૂતોએ મહેનતથી ઉત્પાદન કરેલ પાકને તેમને પોષણસમભાવ મળ્યા છે અને ખેડૂતોને વધુ ભાવ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે
તેમ ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન જગદીશભાઈ મારુ, માણાવદર તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ નારણભાઈ સોલંકી, માણાવદર તાલુકા સંઘના મેનેજર મહિપતસિંહ ચાવડા, માણાવદર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અખિલેશ ભટ્ટ, તેમજ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યોગેશ ધ્રાંગા, માણાવદર માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટર, માણાવદર- બાંટવા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર, માણાવદર શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પનારા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા
તસવીર અહેવાલ  જીજ્ઞેશ પટેલ માણાવદર