લીલીયા તાલુકાના એકલેરા ગામે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા 23 લાખના વિકાસ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં બ્લોક રોડ નાણાપંચ માંથી 3.52 લાખ અને દાતાશ્રી વીરજીભાઈ દેવરાજભાઈ બાબરીયા તરફથી 11લાખ તેમજ વિવેકાધીન ગ્રાન્ટ માંથી કોઝવે અઢી લાખનો અને નાણાપંચ માંથી ગટર લાઈન માટે 4લાખ 95 હજાર તેમજ દાતાશ્રી હમીરભાઇ પાચાભાઈ જોગરાણા તરફ થી ગામ ના વિકાસ કામ માટે 1લાખ 11 હજાર આપવા માં આવેલ એમ મળી કુલ 23 લાખ ના વિકાસ કામોનું વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા વિધિવત રીતે ભૂમિ પૂજન કરવામાં આવ્યું આ તકે લીલીયા તાલુકા ભાજપ મહામંત્રી ગૌતમભાઈ વિછીયા જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત કાનજીભાઈ નાકરાણી ભરતભાઈ ઠુંમર સહિત એકલેરા ગામના સરપંચ શ્રી રાજેશ્વરી બેન રાજ્યગુરુ, ઉપ સરપંચ ઘનશ્યામભાઈ, દિલીપભાઈ ખૂટ, અનિતાબેન ગજ્જર, માજી સરપંચ ભીખાભાઈ, માજી સરપંચ ધીરુભાઈ, સહિતના ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદીમાં જણાવેલ છે

