Gujarat

મોરબી જિલ્લામાં 6 હજારથી વધુ વિદ્યાર્થીએ આપી શિષ્યવૃત્તિ પરીક્ષા

મોરબી જિલ્લામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઇ હતી. જેમાં અલગ અલગ શાળાઓમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6724 પરિક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી.

મોરબી જિલ્લાના મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ, માળિયા એમ પાંચેય તાલુકામાં એકદમ શાંતિપૂર્વક વાતાવરણમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે પ્રાથમિક, માધ્યમિક એમ બે તબબકાઓમાં પરીક્ષા યોજવામાં આવી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્કોલરશીપની 6724 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

કુલ 18 બિલ્ડીંગ અને 175 બ્લોકમાં પ્રાથમિક શાળાના 5053 અને માધ્યમિકમાં 1671 વિદ્યાર્થીઓએ આ સ્કોલરશીપ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાની સાથે બોર્ડની પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ લાભો મળશે તેવું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.