Gujarat

શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે ડ્રોઈંગ કોમ્પીટીશન નું આયોજન

 શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન ડો. બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામ ચરિત્ર એ વિષય ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં કઠલાલની અને આજુબાજુના પંથકની સ્કૂલના આશરે 1500 જેટલા બાળકોએ ડ્રોઈંગ કોમ્પીટીશનમાં ભાગ લઈને ભગવાન રામ વિશેના અલગ અલગ ચિત્રો દોર્યા. ચિત્ર સ્પર્ધા ની સાથે બાળકોના આનંદ માટે ડીજેના તાલ તથા “છોટાભીમ” અને “ડોરેમોન” કેરેક્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું. ચિત્ર સ્પર્ધા બાદ બાળકોને ક્વિઝ રમાડવામાં આવી જેમાં વિજેતા બાળકોને સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલના હાથે ઈનામ આપવામાં આવ્યા. સમગ્ર ચિત્ર સ્પર્ધામાં બાળકોના ઉત્સાહને જોઈને ડાયરેક્ટર સતીશ પાટીલે શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા .સમગ્ર ચિત્ર સ્પર્ધા નું સંચાલન આચાર્ય ડો. રશ્મિન રાવલ અને નેહા બેને કર્યું.

IMG-20240124-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *