Gujarat

સાવરકુંડલા શહેરના સિનિયર ટી.વી.જર્નાલિસ્ટ મહેન્દ્ર બગડાના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ શુભેચ્છાઓનો ધોધ વહ્યો.

આમ તો સાવરકુંડલા શહેર એટલે પત્રકારત્વ જગતનું કેન્દ્રીય બિંદુ પણ ગણાય છે. સાવરકુંડલા શહેરે ગુજરાતને અનેક પ્રતિષ્ઠિત પત્રકારો આપ્યા છે. ખાસકરીને ડીઝીટલ યુગમાં ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતી ચેનલમાં રાષ્ટ્રીય લેવલ સુધીનું પ્રદાન સાવરકુંડલાના નાવલીનું પાણી પીધેલાં અનેક પત્રકારોએ એક અનોખી પહેચાન ઉભી કરી સાવરકુંડલા શહેરને ગૌરવ અપાવ્યું છે. ખાસકરીને ગુજરાતી ટી.વી ચેનલો પા પા પગલી પાડી રહી હતી તે સમયકાળથી પત્રકારત્વ ક્ષેત્રે અનોખી ભાત અને પહેચાન ઉભી કરી સાવરકુંડલા શહેર માટે અડધી રાતના હોકારા સમાન મિત્રો સાથે અડધાનું અડધું કરીને જીવનનાં સુખદુખને સમજનાર એક અનોખી માટીના માનવી એટલે સિનિયર જર્નાલિસ્ટ મહેન્દ્ર બગડા..
આજરોજ તેમનો જન્મદિવસ હોવાથી ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં વસતાં તેના ચાહકો દ્વારા જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વહી રહ્યા છે.. ખાસકરીને ગુજરાતી ચેનલ ટીવીનાઈનના  ભાઈભાઈ એપિસોડ દ્વારા દેશ વિદેશમાં વસતા અનેક ગુજરાતી સમાજના લોકોના દિલ જીતી લીધા છે.

IMG-20240212-WA0025.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *