Gujarat

શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ઇનોવેશન ક્લબ અંતર્ગત તાલીમનું આયોજન

તારીખ ૨૩-૧-૨૪ તથા ૨૪-૧-૨૪ દરમ્યાન શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કે. સી.જી દ્વારા અનુદાનિત ઇનોવેશન ક્લબ અંતર્ગત બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન થયું ,જેમાં  કૌશિકભાઈ ધડુકે વિવિધ કિટના  માધ્યમથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વૃદ્ધિ થાય તે અંગેની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી, જેમાં કોલેજની ૨૮ વિદ્યાર્થીનીઓએ સક્રિય પણે ભાગ લીધો. આચાર્ય  ડી.એલ .ચાવડા સાહેબે શ્રી કૌશિકભાઈનું સ્વાગત કર્યું. તાલીમ બાદ વિદ્યાર્થીનીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા તથા તાલીમ શિક્ષકનો આભાર માન્યો. તાલીમનું સંકલન કો-ઓર્ડીનેટર પ્રા. છાયાબેન શાહે કર્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફનો સહયોગ રહ્યો.

IMG-20240124-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *