Gujarat

વીજચોરો સામે PGVCL ની લાલ આંખ

બોટાદ,બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, ઢસા તાલુકામાં PGVCLના વ્યાપક દરોડા
૨૦૨ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા ૪૯૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી રૂ.૧ કરોડ ૩૫ લાખનો  વીજચોરો ને દંડ ફટકાર્યો..
અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ બોટાદ પી.જી.વી.સી.સેલ.વર્તુળ કચેરી હેઠળ અધિક્ષક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ તા.૮ થી ૧૨ મી જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી હતી. બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ એસ.આ.રપી. સાથે રાખીને ઘર વપરાશના ૨૮૬૦ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૪૮૬ જેટલા વીજજોડાણોમાં ગેરરીતી માલુમ પડતા કુલ રૂ.૧૩૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાણીજ્યક હેતુના તેમજ ઔધોગિક હેતુના ૮૫ વીજજોડાણો ચેક કરવામાં આવ્યા હતા   જેમાં ૦૩ જેટલા વીજજોડાણ ગેરરીતી માલુમ પડતા કુલ રૂ.૦૪.૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ, ૨૦૨ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ- ૨૯૪૫ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી ૪૯૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૩૫ લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો છે.અધિક્ષક ઈજનેરનાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે વીજચોરોનો  વીજ ચેકિંગ માત્ર વહેલી સવારે જ આવે છે તેવો ભ્રમ ખોટો ઠેરવી સાંજના સમયે વીજજોડાણોની તપાસની કરવામાં આવી હતી. હવે પછી રાત્રી દરમ્યાન પણ વીજ ચેકિંગ કરવામાં આવશે તેમ જ વીજચોરી ઝડપવાની સધન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહિ આવે,બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

IMG-20240118-WA0074-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *