Gujarat

પાલનપુરના નાની બજારમાં નવો ડામર રોડ બનતાં રાહત

પાલનપુરના નાની બજારમાં 51 લાખના ખર્ચે નવો ડામર રોડ બનાવતા સ્થાનીકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. પાલનપુર શહેરમાં લોકસભા ચૂંટણીના પૂર્વે જુદા જુદા વિસ્તારમાં વિકાસલક્ષી કામોની ભરમાર કરવામાં આવી હતી

અનેક વિસ્તારોમાં નવા રોડના કામો કરવામાં આવ્યા હતા પાછલા 2 મહિનામાં જ અનેક ટેન્ડર બહાર પાડીને રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પાછલા કેટલાય વર્ષોથી ખખડધજ હાલતમાં ગરકાવ થયેલા કમાલપુરાથી નાની બજાર આંબલી સુધીના માર્ગને 51 લાખના ખર્ચે નવો બનાવવામાં આવ્યો છે.

રહીશોએ જણાવ્યું કે અહીં નાની બજાર થી વરસાદી પાણીનો આવરો ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે અને પહેલા જ વરસાદમાં આ રોડ ધોવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે જો રોડ આરસીસી બનાવવામાં આવ્યો હોત તો તેનું આયુષ્ય ટકી શક્યું હોત.