લોકસભાની ચૂંટણી હવે નજીક છે. જેવામાં તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓમાં જોર વધાર્યું છે. ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઇ રાઠવાએ છોટાઉદેપુર નગરમાં રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો. સુખરામભાઈ રાઠવાનું છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. સુખરામ રાઠવા એ નગરના મુખ્ય માર્ગો પર રેલી સ્વરૂપે પ્રચાર કર્યો હતો.
છોટાઉદેપુર નગરના વિવિધ મંદિરોમાં પણ સુખરામ રાઠવા એ દર્શન કર્યા હતા. સુખરામ રાઠવા એ ભાજપ ઉપર આંકરા પ્રહારો કર્યા હતા. આ અંગે સુખરામ રાઠવાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું. કે ભાજપ ઠગ માણસ છે. તેનો પ્રધાન ઠગ છે. એમની પાસે ઠગવા સિવાય કોઈ ધંધો નથી. અને સુખરામ રાઠવા એ છોટાઉદેપુર લોકસભાની બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.