Gujarat

શહેરના પાયાના પ્રશ્નોને હારીજલઈ હારીજ નગર વિકાસ કમીટીએ પ્રાદેશિક કમિશ્નર ને ધારદાર રજુઆત કરી..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

શહેરના પાયાના પ્રશ્નોને હારીજલઈ હારીજ નગર વિકાસ કમીટીએ પ્રાદેશિક કમિશ્નર ને ધારદાર રજુઆત કરી..

*વર્ષોજુના ગટર,પાણી, સીસીટીવી કેમેરા, ફાયર ફાઇટર,પાલિકા મોબાઇલ એપ્લિકેશન જેવા પાયાના પ્રશ્નોને લઇને રજૂઆત..*

હારીજ નગરમાં વર્ષોજુના પાયાના પ્રશ્નો ઉભરાતી ગટરો તેમજ મીઠું પાણી ની સમસ્યા સીસી ટીવી કેમેરા બંધ હાલત માં ફાયર ફાયટર અને મોબાઈલ એપ્લીકેસન ની જોગવાઈ વગેરે સમસ્યા ઓ નું નિરાકરણ લાવવા ધારદાર રજુઆત કરી હતી

હારીજ શહેરની અંદર ગ્રાઉન્ડ ગટર ફેજ 1 જ્યાર થી બનાવવવા માં આવી ત્યાર થી ગટર ઉભરાવવા ની સમસ્યા ઉભી થઇ છે જે એજેન્સી ને આ કામ મળ્યું હતું તે એજન્સી વિરુદ્ધ દંડકીય કાર્યવાહી કરવામાં આવે કેમકે આ સમસ્યા થી આખું હારીજ માનસિક અને શારીરિક ત્રાસ ભોગવી રહ્યું છે . ભૂગર્ભગટરો ઉભરાતા ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય કમીટી દ્વારા મુખ્યમંત્રી ને ૨/૦૯/૨૦૨૩ રૂબરૂ રજૂઆત કરવા માં આવી જેમાં ફેજ ર ની દરખાસ્ત કરવા માં આવી અને GUDM દ્વારા કામગીરી કરવામાં આવશે તેવી કાગળ પર કાર્યવાહી કરવા માં આવી પરતું આજ દિન સુધી કામગીરી થઈજ નથી.હારીજ સહેર માં મીઠા પાણી ની પણ ગંભીર સમસ્યા છે જે આજ દિન સુધી નિકાલ આવેલ નથી અને ઘણી વાર મીઠા પાણી માં ગટર નું ગંદુ પાણી પણ આવતું હોય છે જેની રજૂઆત પણ કરવા માં આવે છે પણ કોઈ નિકાલ નહિ થતાં શહેરીજનો પરેશાન બન્યા છે.સહેર માં CCTV કેમેરા નાખવામાં આવ્યા હતા જે સારી સરુઆત હતી અને ગુનાહ થતા અટકતા હતા પરંતુ હાલની પરિસ્થિતિ માં બંધ હાલત માં છે જેનો કોઈ ઉકેલ લાવવા માં આવતો નથી ત્યારે હારીજ સહેર માં જીનીંગ ઉદ્યોગો આવેલા છે આગ લાગવાની ઘટના વારંવાર થતી હોય છે.હારીજ નગર પાલિકા બંધ પડેલું ફાયર ફાયટર નિરાશા ઉભી કરે છે.આગ ઓલવવા માટે ફાયર ફાયટર પાટણ કે, રાધનપુર થી લાવવું પડે છે,જે દુર હોવાથી ખુબ જ નુકસાન થઇ જાય છે.

જયારે સમગ્ર ભારત ડીજીટલ ઇન્ડિયા બનવા જઈ રહ્યું છે,ત્યારે નગરજનો ને જન્મ મરણ ના દાખલા પંચાયત ના વિવિધ વેરા ગટર પાણી રસ્તા લાઈટ વગેરે ને લગતી ફરિયાદો તથા અન્ય નાના મોટા કામો માટે પાલિકા ના ધક્કા ના ખાવા પડે અને મોબાઈલ થી ઉપરોકત સુવિધા મળી રહે તે માટે હારીજ નગર પાલિકા ની એક મોબાઈલ એપ્લીકેશન નિવેદન કે તમામ સમસ્યા નો નિરાકરણ લાવવા રજુઆત કરી હતી

IMG-20240831-WA0053.jpg