Gujarat

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નો “મનકી બાત” કાર્યક્રમ નિહાળી માર્ગદર્શન મેળવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ગાંધીનગર મહાનગરના બુથ નં-૧૩૮ વોર્ડ નં-૯ માં કુડાસણ ખાતે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જીનો લોકપ્રિય કાર્યક્રમ “મનકી બાત” નિહાળી, માર્ગદર્શન પ્રાપ્ત કર્યું, આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે દર વખતની જેમ આ વખતે પણ જન-સહકાર, જન-સેવા અને સુશાસનનો સમન્વય એવો આ પ્રેરણાસભર કાર્યક્રમ થકી નવી ઉર્જાનો સંચાર થયો છે.

આ કાર્યક્રમમાં અમદાવાદ (પૂર્વ)ના સાંસદશ્રી એચ.એસ.પટેલ, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, વોર્ડના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-34-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *