Gujarat

રાધનપુર શહેરના મુખ્ય બજારનાં માર્ગ પર ઠેર ઠેર મસમોટા મોટા ખાડાને લઇને અકસ્માતની ભિતી..

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર શહેરના મુખ્ય બજારનાં માર્ગ પર ઠેર ઠેર મસમોટા મોટા ખાડાને લઇને અકસ્માતની ભિતી..

રાધનપુર બન્યું ખાડાનગરી, બજારમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર જગ્યાએ રોડ પર મોટા મોટા ખાડાઓ.. વેપારીઓ સહિત વાહનચાલકો બન્યા પરેશાન..

તાજેતરના ભારે વરસાદથી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં કપચી બહાર નીકળી આવતાં અવરજવર જોખમી બની ..

પાટણ જિલ્લાનું રાધનપુર શહેર આમતો સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે પરંતુ અહીંયા હાલની સ્થિતિ અને પરિસ્થિત જોતા રાધનપુર ખાડાનગરી બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ રાધનપુર શહેરમાં રોડ રસ્તા ઉપર જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં મસમોટા મોટા ખાડા જણાઈ રહ્યા છે.રાધનપુર શહેરના મુખ્ય બજારનાં માર્ગ પર ઠેર ઠેર મસમોટા મોટા ખાડા પડ્યા છે.જેને લઇને રાધનપુર જાણે ખાડાનગરી બન્યું હોય તેવું લાગી રહ્યું છે બજારમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર જગ્યાએ રોડ પર મોટા મોટા ખાડાઓ અને આ ખાડાઓને કારણે વેપારીઓ સહિત વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.

રાધનપુર શહેરના મેઇન બજારનો મુખ્ય માર્ગ પર આવેલ જલારામ સોસાયટીના નાકે ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી માર્ગ બિસમાર બન્યો છે. માર્ગ પર મોટા ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા નવીન રોડ બનાવાય તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે. તાજેતરના ભારે વરસાદથી શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં કપચી બહાર નીકળી આવતાં અવરજવર જોખમી બની છે. સ્થાનિક વેપારીઓના ધંધા પર પણ માઠી અસર વર્તાઈ રહી છે.જેને લઇને યુદ્ધના ધોરણે રોડ રસ્તા પરનાં ખાડાઓ દૂર કરી નવીન રોડ બનાવવાની વેપારીઓ સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

IMG-20240901-WA0042-0.jpg IMG-20240901-WA0043-1.jpg