મંગળવારે ભાભરમાં પોણા ઇંચ અને લાખણીમાં અઢી ઇંચ વરસાદ પડતાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ભાભરમાં વહેલી સવારે 68 મી.મી.,લાખણીમાં 59 મી.મી. વરસાદ પડ્યો હતો. સાંજ સુધીમાં થરાદ 27 મી.મી.,ધાનેરા 16 મી.મી., દાંતીવાડા 4 મી.મી., અમીરગઢ 9 મી.મી., દાંતા 3 મી.મી.,વડગામ 20 મી.મી.,પાલનપુર 17 મી.મી, ડીસા 16 મી.મી.,દિયોદર 21 મી.મી,કાંકરેજ 21 મી.મી. વરસાદ નોંધાયો હતો.આગાહી મુજબ, બુધવારે ઉ. ગુ઼માં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
